આપણા સમાજના મુંબઈ રહેતા ભાઈઓ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ વર્ષ-૨, ૨૦૧૮. ખુબ જ સરસ આયોજન કરવામાં આવેલું હતું. શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ(પનવેલ નજીક) સંસ્થામાં આયોજન કરેલું હતું. આખો દિવસનું આયોજન હતું જેમાં સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને રાત્રે પણ જમવાનું હતું. મકરસંક્રાંતિ તહેવારને લીધે બાળકો માટે પતંગ ચગાવાનુ પણ આયોજન કરેલ હતું. મુંબઈમાં વસતા આપણા સમાજના બધા જ ભાઈઓ તથા બહેનોએ હાજરી આપેલ હતી. કુલ ૮ ટીમે ભાગ લીધેલ હતો જેમાં ફાઈનલમાં ખોડલ વોરીયર્સ (હડમતીયા+કલ્યાણપર) અને સ્ટાર ઈલેવન(હરબટીયાળી) ટીમ હતી. તેમાંથી સ્ટાર ઈલેવન ટીમે ટુર્નામેન્ટમાં જીત મેળવી હતી. સ્પોશરનું પણ સન્માન કરવાંમાં આવેલ હતું.
આયોજનકર્તામાં મુખ્ય વ્યક્તિઓ :
૧) શૈલેશભાઈ સંઘાણી ૨) ધર્મેન્દ્રભાઈ નમેરા
૩) કિશોરભાઈ ડાકા ૪) રાહુલભાઈ દેવડા
૫) સંજયભાઈ દુબરીયા ૬) રોહિતભાઈ મેરા
૭) રમણીકભાઈ ભાગીયા ૮) જયેશભાઈ દેવડા
૯) જીતેન્દ્રભાઈ ઉજરીયા તથા સર્વે કમીટી સભ્ય.
ફોટો જોવા માટે ક્લિક કરો : ક્રિકેટ ટુર્નામેન્ટ મુંબઈ ૨૦૧૮